VIDEO: વિપક્ષના સાંસદોનો ભગવા વસ્ત્રો સાથેના વિરોધ પ્રદર્શન સામે સંત સમાજમાં રોષ
દિલ્હીમાં સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોના ભગવા વસ્ત્રો સાથેના વિરોધ પ્રદર્શનને લઈને સંત સમાજમાં

દિલ્હીમાં સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોના ભગવા વસ્ત્રો સાથેના વિરોધ પ્રદર્શનને લઈને સંત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે આ પ્રદર્શનને સનાતન ધર્મ અને સાધુ-સંતોના અપમાન સાથે જોડીને વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે આજે ભાવનગરના સાધુ-સંતો મોટી સંખ્યામાં એકત્ર થયા અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. સંત સમાજે સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભાવનગરમાં યોજાયેલા આ વિરોધ દરમિયાન સનાતન ધર્મના સન્માન અને ગૌરવની રક્ષા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.




