VIDEO: ખેડાના ઠાસરા અને ગળતેશ્વરના માર્ગો બન્યા મોતના ખાડા : પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે સરકાર પર કર્યા પ્રહાર
ખેડાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના માર્ગોની દયનીય સ્

ખેડાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના માર્ગોની દયનીય સ્થિતિ સામે આવી છે. ડાકોરથી ઠાસરા અને સેવાલિયા તરફ જતા માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે આક્ષેપ કર્યો છે કે રોડ રિપેરિંગમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલના ઉપયોગથી રોજ ખાડા પડે છે….70 કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરની પ્લેટ ઉખડી ગઈ છે અને વણોતીનો પુલ પણ અધૂરો પડ્યો છે. માર્ગ અને મકાન વિભાગે માત્ર 3 જ જગ્યાએ ખાડા હોવાનો લૂલો બચાવ કર્યો છે, જ્યારે હકીકતમાં હજારો ખાડાઓને કારણે પ્રજાના જીવ જોખમમાં મુકાયા છે.




