મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Video / રિતેશે જેનેલિયા માટે ખોલ્યો કારનો દરવાજો, સિમ્પ્લિસિટીના દિવાના થયા લોકો

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બોલીવૂડના ફેમસ કપલ્સમાંથી એક છે, તેઓ તેમના બોન્ડીંગના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જ

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બોલીવૂડના ફેમસ કપલ્સમાંથી એક છે, તેઓ તેમના બોન્ડીંગના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જેનેલિયા આવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંનેના વીડિયો પોસ્ટ કરતી હોય છે. જ્યારે રિતેશ દેશમુખ પણ દરેક ઈવેન્ટમાં જેનેલિયા પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. 

તાજેતરમાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કારમાંથી ઉતરીને કોઈ બિલ્ડીંગમાં જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે દર વખતની જેમ આ વખતે પણ રિતેશ તેની પત્નીનું ધ્યાન રાખવાનું ભૂલ્યો નથી. રિતેશ કારમાંથી ઉતરીને બિલ્ડીંગની અંદર જતા પહેલા જેનેલિયા માટે કારનો દરવાજો ખોલતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં રિતેશની સિમ્પ્લિસિટી જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે અને તેને ગ્રીન ફ્લેગ પણ કહી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે પાર્ટનરનું ધ્યાન કેવી રીતે રાખવું તે રિતેશ પાસેથી શીખવું જોઈએ.

તમને જણાવી દઈએ કે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે. આ દંપતી બે બાળકો રેયાન અને રાહિલના માતા-પિતા છે. આ કપલે વર્ષ 2012માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેમના લગ્ન બોલીવૂડની ગ્રાન્ડ વેદીન્ગના લિસ્ટમાં સામેલ છે.

આ સમાચાર શેર કરો