મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં CNG ભરાવતી રિક્ષામાં થઈ શોર્ટ સર્કિટ, પમ્પની બહાર ખસેડતા જ આગ લાગતા થઈ ખાક

સુરતના અઠવા વિસ્તારમાં ઓટો રિક્ષામાં આગ લાગી ગઈ હતી. અઠવા પોલીસ સ્ટેશન નજીક આગની ઘટના બની હતી. સીએનજી ઓટો રિક્ષામાં આગ

સુરતના અઠવા વિસ્તારમાં ઓટો રિક્ષામાં આગ લાગી ગઈ હતી. અઠવા પોલીસ સ્ટેશન નજીક આગની ઘટના બની હતી. સીએનજી ઓટો રિક્ષામાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. રિક્ષામાં સીએનજી ભરાવતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે રિક્ષાને સીએનજી પમ્પ બહાર ખસેડવામાં આવી હતી. જોત જોતામાં ઓટો રીક્ષા આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આગની જ્વાળાઓમાં લપેટ આવેલી ઓટોરિક્ષા સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. બાદમાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહીં

આ સમાચાર શેર કરો