VIDEO: જુનાગઢના માંગરોળમાં રેવન્યુ કર્મચારીઓની હડતાળથી અરજદારોના કામો અટવાયા
સમગ્ર ગુજરાતમાં રેવન્યુ કર્મચારીઓની હડતાળને કારણે સરકારી કામગીરી પર માઠી

સમગ્ર ગુજરાતમાં રેવન્યુ કર્મચારીઓની હડતાળને કારણે સરકારી કામગીરી પર માઠી અસર પડી છે. આના ભાગરૂપે જુનાગઢની માંગરોળ મામલતદાર કચેરીમાં પણ લોકોના મહત્વપૂર્ણ સરકારી કામો અટવાઈ પડ્યા છે. દૂર-દૂરના ગ્રામીણ વિસ્તારોમાંથી કામ અર્થે આવતા અરજદારોને રોજ કચેરીના ધક્કા ખાવાની ભારે ફરજ પડી રહી છે....હડતાળના કારણે ઓનલાઇન કામગીરી ઠપ થતાં નાગરિકોને ખાનગી સેન્ટરોનો સહારો લેવો પડી રહ્યો છે, જ્યાં તેમને મોટી રકમ ચૂકવવી પડે છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનતાના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ વહેલી તકે સરકાર અને કર્મચારીઓ વચ્ચેના પ્રશ્નો ઉકેલાય તેવી માંગ કરી રહ્યા છે.




