VIDEO: ચીનમાં રેસ્ટોરન્ટમાં આગ લાગતા 22 લોકોના મોત, ત્રણ લોકો ઘાયલ
ચીનમાં લિયાઓનિંગ પ્રાંતની એક રેસ્ટોરન્ટમાં આગ લાગતા 22 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના ઘાયલ થવાના પણ સમાચાર છે.
ચીનમાં લિયાઓનિંગ પ્રાંતની એક રેસ્ટોરન્ટમાં આગ લાગતા 22 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના ઘાયલ થવાના પણ સમાચાર છે. લિયાઓનિંગ પ્રાંતની એક રેસ્ટોરન્ટમાં બપોરે 12.25 વાગ્યે આગ લાગી હતી.
લિયાઓનિંગ એક ઐતિહાસિક શહેર છે જે શેનયાંગથી એક કલાકના અંતર પર સ્થિત છે. આ વિસ્તાર પોતાના સાંસ્કૃતિક અને ઔદ્યોગિક મહત્ત્વ માટે જાણીતી છે. આગ લાગવાની આ ઘટના બાદ તંત્રએ તપાસના આદેશ આવ્યા છે. અધિકારીઓએ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થવાની સંભાવના વ્યક્ત કરી છે કારણ કે ચીનમાં પહેલા પણ આવી ઘટનાઓ બેદરકારીને કારણે થઇ છે.




