VIDEO: ભારજ નદી પાસે ડાયવર્ઝનનું સમારકામ પૂર્ણ, વાહનવ્યવહાર શરૂ
છોટાઉદેપુરના ડુંગરવાંટ પાસે સુખી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદી પાસેનું ડાયવર્ઝન ધોવાઈ જતાં

છોટાઉદેપુરના ડુંગરવાંટ પાસે સુખી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદી પાસેનું ડાયવર્ઝન ધોવાઈ જતાં પાવીજેતપુર-ડુંગરવાંટ વચ્ચે વાહનવ્યવહાર બંધ થયો હતો. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આર એન્ડ બી વિભાગે તાત્કાલિક ધોરણે ડાયવર્ઝનનું સમારકામ હાથ ધર્યું હતું. સમારકામ પૂર્ણ થતાં પાવીજેતપુર-ડુંગરવાંટ વચ્ચે હળવા વાહનોની અવરજવર ફરી શરૂ કરાઈ છે. ડાયવર્ઝનનું સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ ભારદારી વાહનોને પણ પસાર થવા દેવામાં આવશે.


