VIDEO: NEET પરીક્ષા વિવાદ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ NEET પ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ NEET પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર સંસદમાં ચર્ચા કરવા અને વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે. શાહે સ્પષ્ટ કર્યું કે વિપક્ષની માંગ પર અગાઉ સત્રમાં પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ પર ચર્ચા થઈ ચૂકી છે અને ત્યારે કોઈ સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો નહોતો. આમ છતાં સરકાર ફરીથી ચર્ચા કરવા તૈયાર છે. તેમણે અધ્યક્ષને વિપક્ષ સાથે ચર્ચા કરી પરસ્પર સંમતિથી યોગ્ય સમય ફાળવવા વિનંતી કરી છે, જેથી તેઓ ગૃહમાં હાજર રહી શકે.




