VIDEO: સુરત લાજપોર જેલમાં કાચા કામના કેદીનું મોત
સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીનું મોત થતાં ચકચાર મચી છે. 73 વર્ષીય રણવીરસિંહ મંગીલાલ ઈંદાની તબિયત અચાનક

સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીનું મોત થતાં ચકચાર મચી છે. 73 વર્ષીય રણવીરસિંહ મંગીલાલ ઈંદાની તબિયત અચાનક લથડતા તેમને લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે તપાસ બાદ રણવીરસિંહને મૃત જાહેર કર્યા હતા. કેદીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. ઘટનાની જાણ થતાં સચિન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.




