મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkot હથિયાર કાર્ટેલ કેસ; ચોટીલાથી 2 પિસ્તોલ અને કાર્ટિસ સાથે એક શખ્સ ઝડપાયો

રાજકોટની પીસીબીએ હથિયારની કાર્ટેલનો પર્દાફાશ કરી અન્ય આરોપીઓ સાથે જસદણ

તસવીર: gstv

રાજકોટની પીસીબીએ હથિયારની કાર્ટેલનો પર્દાફાશ કરી અન્ય આરોપીઓ સાથે જસદણના બોઘરાવદરના જયસુખ ઉર્ફે જેસો વાઘેલાને ઝડપી લીધો હતો. હવે તેણે આપેલા વધુ બે હથિયારો રાજકોટ રેન્જ પોલીસની ટીમે કબજે કરી ચોટીલામાં રહેતા નૃપેન્દ્ર મહેન્દ્રભાઇ પટગીરને ઝડપી લીધો છે.

રાજકોટ રેન્જ પોલીસના પીએસઆઇ બી.સી.મિયાત્રાએ ચોક્કસ બાતમીના આધારે ચોટીલા-આણંદપુર રોડ પરથી પસાર થયેલી ફોરચ્યુનર કારને અટકાવી તલાશી લેતા અંદરથી દેશી બનાવટની બે પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટિસ સાથે નૃપેન્દ્ર મળી આવતા તેની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછપરછમાં તેણે બંને હથિયારો અને કાર્ટિસ જયસુખ પાસેથી લીધાની કબૂલાત આપી છે. જેથી જયસુખને વોન્ટેડ દર્શાવાયો છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, અગાઉ આટકોટમાંથી એસઓજીએ બે હથિયારો પકડયા હતા ત્યારે પણ જયસુખનું નામ ખુલ્યું હતું. ત્યારબાદ તેને પીસીબીએ હથિયારના કેસમાં ઝડપી લીધો હતો. હાલ તે જેલની હવા ખાઇ રહ્યો છે.

ઝડપાયેલા આરોપી નૃપેન્દ્રએ શોખ ખાતર હથિયારો રાખ્યાની માહિતી મળી છે. ફોરચ્યુનર કાર તેના મામાની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચોટીલા પોલીસમાં તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવાયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પીસીબીએ હથિયાર કાર્ટેલનો પર્દાફાશ કરી અત્યાર સુધીમાં કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરી 28 હથિયારો અને 32 કાર્ટિસ કબજે કર્યા છે.

આ સમાચાર શેર કરો