મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: RAJKOT / 'ઈ રાજકોટ હો ભાઈ..', દાદીમા કાર સ્ટંટના રવાડે ચડ્યા! કાળી સ્કોર્પિયોમાં પાડ્યો રોલો

રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધા

તસવીર: gstv

રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધા કાળા રંગની સ્કોર્પિયો કારમાં સ્ટંટ કરતા નજરે પડે છે. વાયરલ વીડિયોમાં GJ 03 PR 0010 નંબરની સ્કોર્પિયો કારમાં વૃદ્ધા જોખમી રીતે ઉભા જોવા મળે છે, જેના કારણે લોકોમાં ચર્ચા જાગી છે. અત્યાર સુધી મોટાભાગે સગીરો અથવા યુવાનોના સ્ટંટના વીડિયો સામે આવતા હતા, પરંતુ હવે વૃદ્ધા સાથે જોડાયેલો આ વીડિયો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે. જોકે, વીડિયો ક્યારનો છે અને પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં, તેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી.

આ સમાચાર શેર કરો