મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેરામાં બે દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લાગણી

શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. આજે બપોર

તસવીર: gstv

શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો.

વરસાદ ખેતી માટે લાભદાયક રહેવાની આશા

વરસાદની શરૂઆત થતાં અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને રાહત મળી હતી. લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા હતા.

બીજી તરફ, બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદ ખેતી માટે લાભદાયક રહેવાની આશા ખેડૂતોમાં બંધાઈ છે. વધુ વરસાદ થાય તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો