VIDEO: MS યુનિવર્સિટી હોસ્ટેલના ભોજનની ગુણવત્તા સામે સવાલ
વડોદરાની MS યુનિવર્સિટીના હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી સવાલો ઉઠ્યા છે. થોડા દિવસ અગાઉ જ ફૂડ ક

વડોદરાની MS યુનિવર્સિટીના હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી સવાલો ઉઠ્યા છે. થોડા દિવસ અગાઉ જ ફૂડ ક્વોલિટીને લઈને ચકાસણી કરવામાં આવી હતી, છતાં ફરી ભોજનની ગુણવત્તા અંગે વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર કાચી જેવી રોટલીઓનો વીડિયો વાયરલ કરી ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે. મોટી સંખ્યામાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે, ત્યારે ભોજનની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. હવે આ મામલે જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.




