VIDEO: જનતા પરેશાન: ચકલાસી નગરપાલિકાની મનમાની અને ખામીયુક્ત આયોજનથી વોર્ડ-4 નરકાગાર બન્યું
નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકાના વોર્ડ નંબર-4ના રહિશોએ વિકાસના

નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકાના વોર્ડ નંબર-4ના રહિશોએ વિકાસના અભાવ અને વહીવટી બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આશરે 50 વર્ષથી વિસ્તારમાં ગટરની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે ચોમાસામાં વરસાદી અને ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જાય છે. તાજેતરમાં બનાવાયેલી ગટરો પણ વિસ્તાર કરતાં ઊંચાઈએ હોવાથી પાણીનો નિકાલ થતો નથી. પરિણામે ગંદકી અને રોગચાળાનો ભય વધ્યો છે. રહિશોનો દાવો છે કે અનેક લેખિત રજૂઆતો છતાં નગરપાલિકાએ કોઈ ઉકેલ લાવ્યો નથી. સ્ટ્રીટ લાઇટ દિવસ દરમિયાન ચાલુ રહેવાના મુદ્દે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે.




