VIDEO: નવસારી મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસી નગરસેવકોનો વિરોધ
નવસારી મહાનગરપાલિકાની ટાઉનહોલ ખાતે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર-4ના બે કોંગ્રેસી નગ

નવસારી મહાનગરપાલિકાની ટાઉનહોલ ખાતે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર-4ના બે કોંગ્રેસી નગરસેવકોને ખુરશી આગળ ટેબલ અને જરૂરી સ્ટેશનરી ન મળતા નારાજગી જોવા મળી. નગરસેવકોએ સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસી નગરસેવકો માટે જ બેસવાની યોગ્ય વ્યવસ્થા કેમ નથી. મહિલા નગરસેવક પ્રભાવ વલસાડિયાએ સભા પૂર્ણ થયા બાદ મેયર સમક્ષ રોષ વ્યક્ત કર્યો. આગામી સભામાં યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો નીચે બેસીને વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી. ટાઉનહોલમાં માત્ર 50 નગરસેવકો બેસી શકે તેટલી જ ટેબલ વ્યવસ્થા હોવા અંગે પણ સવાલો ઉઠ્યા.




