VIDEO: નવસારીમાં વગર વરસાદે પડ્યો ભુવો, મુખ્ય માર્ગ પર વાહનચાલકોની સુરક્ષા જોખમાઈ
નવસારી હાઇવેને શહેર સાથે જોડતા મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે

નવસારી હાઇવેને શહેર સાથે જોડતા મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. મામલતદાર કચેરીની સામે જ મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે ભારે વરસાદ બાદ રસ્તા પર ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ નવસારીમાં વગર વરસાદે જ ભુવો પડતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પૂર્વ નગરસેવક પિયુષ ઢીમ્મરે સ્થળ પર આડસ લગાવી વાહનચાલકોને ભુવાથી સાવચેત કર્યા હતા. પૂર્વ કોંગ્રેસી નગરસેવકે મેયર સહિત મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે તંત્રની કામગીરી અને રસ્તાની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. નોંધનીય છે કે મેયરે અગાઉ શહેરમાં ભુવા પડવા અંગે નિવેદન આપ્યું હતું.




