VIDEO/ Kutchના અંજારમાં વેલસ્પન કંપની સાથે ઘર્ષણ થતાં પોલીસનો ખેડૂતો પર લાઠીચાર્જ
Kutch News: કચ્છ જિલ્લામાં ખાનગી કંપનીના વિરોધમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કરવાનો મામલો સામે આવી રહ્યો
Kutch News: કચ્છ જિલ્લામાં ખાનગી કંપનીના વિરોધમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કરવાનો મામલો સામે આવી રહ્યો છે. કચ્છ જિલ્લામાં અંજાર તાલુકાના અજાપરમાં ખેડૂતો અને ખાનગી વેલસ્પન કંપની વચ્ચે ઘર્ષણ થયું હતું. ૨૨૦ કિલો વોલ્ટની વીજ લઇને ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, વેલસ્પન કંપની ખેડૂતો યોગ્ય વળતર ના આપતા આજે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યું છે. વીજ લાઈનને લઈને ઘર્ષણ વધતા પોલીસ દ્વારા ખેડૂતો ઉપર હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. વેલસ્પન કંપનીની મનમાનીને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે માંગ ઉઠી છે.




