મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પિનારાઈ વિજયન રજૂ કરશે શ્વેતપત્ર

તમિલનાડુના પોલ્લાચી નજીક આવેલા મલૈયન્ડીપટ્ટિનમ ગામમાં એક ખેતરના ઊંડા કૂવામાં ૧૦ જંગલી ભૂંડ એકસાથે ખાબક્યા હોવા

તસવીર: GSTV

તમિલનાડુના પોલ્લાચી નજીક આવેલા મલૈયન્ડીપટ્ટિનમ ગામમાં એક ખેતરના ઊંડા કૂવામાં ૧૦ જંગલી ભૂંડ એકસાથે ખાબક્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે ખેડૂતે કૂવામાંથી પ્રાણીઓનો અવાજ સાંભળતા આ સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી. તેણે તાત્કાલિક વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવી જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓએ સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કૂવામાં સીડી અને દોરડા વડે જાળી ઉતારીને તમામ ૧૦ જંગલી ભૂંડોને એક પછી એક સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા આ તમામ વન્યજીવોને નજીકના અનામત જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો