મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેરામાં ગણપતિ વિસર્જન અને આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ગણપતિ વિસર્જન અને તહેવારો દર

તસવીર: gstv

આગામી ગણપતિ વિસર્જન અને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા બંને સમુદાયના લોકો પરસ્પર ભાઈચારો અને સોહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવી શકે તે માટે શહેરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એચ.વી. સીસારાની આગેવાનીમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ તહેવારોના રૂટ, સમયપત્રક અને સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી અફવાઓથી દૂર રહી સોશિયલ મીડિયા પર સંયમ જાળવવા અપીલ કરી હતી. આગેવાનોએ પરંપરાગત ઉત્સાહ અને શાંતિ જાળવવાની ખાતરી આપી છે. અનિચ્છનીય ઘટનાઓ રોકવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી સર્વેલન્સ ગોઠવવાનો નિર્ણય લેવાયો છે.

આ સમાચાર શેર કરો