VIDEO: ઈમરાન ખાન પર બોલવા સામે પીસીબીનો પ્રતિબંધ: બ્રૉડકાસ્ટરને મેચ બહિષ્કારની ધમકી નિષ્ફળ
પૂર્જાવ ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને મોઈન ખાને જેલમાં બંધ ઈમરાન ખાનના સમર્થનમાં

પૂર્જાવ ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને મોઈન ખાને જેલમાં બંધ ઈમરાન ખાનના સમર્થનમાં નિવેદનો આપ્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ પર તેમના વિશે વાત ન કરવાના કડક પ્રતિબંધો લાદ્યા છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન ખાનગી ચેનલ પર ઈમરાનના પુત્રોનો ઈન્ટરવ્યુ પ્રસારિત થતાં આ વિવાદ વકર્યો હતો. આ ઇન્ટરવ્યુ માઈકલ એથર્ટન દ્વારા લેવાયો હતો. રિપોર્ટ્સ મુજબ, PCBએ આ પ્રસારણ રોકવા માટે મેચના બહિષ્કાર સુધીની ધમકી આપી હતી, પરંતુ તેમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને પાકિસ્તાની ખેલાડીઓ નિર્ધારિત સમયે મેદાનમાં રમવા માટે ઉતર્યા હતા.




