મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પટના: સોમનાથ તીર્થયાત્રાનો પ્રારંભ

બિહાર સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ તીર્થયાત્રા યોજના અંતર્ગત વિશેષ સોમનાથ યાત્રા નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો

તસવીર: gstv

બિહાર સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ તીર્થયાત્રા યોજના અંતર્ગત વિશેષ સોમનાથ યાત્રા નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ટૂંક સમયમાં આ પ્રથમ ઐતિહાસિક તીર્થયાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. આ યોજના હેઠળ રાજ્યના વરિષ્ઠ નાગરિકો અને શ્રદ્ધાળુઓને ગુજરાતમાં આવેલા પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે. પટના રેલ્વે સ્ટેશન પરથી સામે આવેલા દ્રશ્યોમાં યાત્રિકોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સરકારે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા, રહેવા-જમવા અને તબીબી સુવિધાઓ માટે ખાસ વહીવટી પ્રબંધો કર્યા છે.

આ સમાચાર શેર કરો