VIDEO: પાટણનું ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાયું
પાટણમાં સોલંકી યુગ દરમિયાન સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત ઐતિહાસિક સહસ્ત્ર

પાટણમાં સોલંકી યુગ દરમિયાન સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ આજે યોગ્ય જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. એક હજાર વર્ષ જૂનું આ તળાવ શિલ્પ સ્થાપત્ય અને જળ સંગ્રહના ઉત્તમ ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે. રાણીની વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યા બાદ લાખો પ્રવાસીઓ આવે છે, પરંતુ બાજુમાં જ આવેલું આ તળાવ ઉપેક્ષાનો ભોગ બન્યું છે. જસમા ઓડણના શ્રાપ અને વીર મેઘમાયાના બલિદાનની ગાથા સાથે જોડાયેલા આ સ્મારક ખાતે પાકો રસ્તો કે પ્રાથમિક સુવિધાઓ પણ નથી. ઇતિહાસવિદ અશોકભાઈ વ્યાસના જણાવ્યા મુજબ તંત્રની બેદરકારીને કારણે આ વિરાસત આજે વગર જોઈતી વનસ્પતિઓ વચ્ચે ધૂળ ખાઈ રહી છે.




