મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પેપર લીક કરનારા બચતા રહ્યાં અને વિદ્યાર્થીઓ માર ખાતા રહ્યા: મલ્લિકાર્જુન ખડગે

એન્ટી પેપર લીક બિલને લઈને ચર્ચા દરમિયાન રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખ

તસવીર: gstv

એન્ટી પેપર લીક બિલને લઈને ચર્ચા દરમિયાન રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે પોતાના ભાષણની શરૂઆત એક શાયરીથી કરી, જેમાં તેમણે કહ્યું કે પેપર લીક કરનારાઓ બચતા રહ્યા અને વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવવા પર માર ખાતા રહ્યા. આ દરમિયાન કેટલાક સાંસદો દ્વારા તેમની હિન્દી પર ટિપ્પણી કરવામાં આવી તો તેમણે કહ્યું કે તમારું હિન્દી સારું હશે, પણ મારી પણ હિન્દી થોડી સાંભળો. ખડગેએ કહ્યું કે, 2024માં જ કોંગ્રેસે આ મુદ્દે મજબૂત કાયદાની માગ કરી હતી. બીલ અને દંડથી નહીં પરંતુ અમલવારીથી પરિવર્તન આવશે.

આ સમાચાર શેર કરો