VIDEO: અરવલ્લીના મેઢાસણ ગામે શ્રાવણ માસ નિમિત્તે બનારસની તર્જ પર ભવ્ય ગંગા આરતીનું આયોજન
અરવલ્લીના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે

અરવલ્લીના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે શ્રાવણ મહિનામાં ભોળાનાથની વિશેષ પૂજા અને ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી ગામમાં ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક આયોજનમાં ગામના સ્થાનિક ભક્તો સાથે અન્ય રાજ્યોમાં વસતા મેઢાસણ ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ આરતીનો લાભ લે છે. ખાસ વાત એ છે કે ગંગા આરતી માટે બનારસથી પંડિતોને બોલાવવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે ભોળાનાથની વિશેષ આરાધના કરવામાં આવે છે. બનારસ જઈને ગંગા આરતીનો લાભ ન લઈ શકતા ભક્તો માટે મેઢાસણ ગામે જ ધાર્મિક વાતાવરણ ઊભું થાય છે. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક આરતીમાં ભાગ લઈ શિવજીના દર્શનનો લાભ લીધો હતો.




