VIDEO: અરવલ્લીના ધનસુરામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, મંત્રી રમણભાઈ સોલંકીએ ધ્વજવંદન કર્યું
અરવલ્લી જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

અરવલ્લી જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણી ધનસુરા ખાતે યોજાઈ હતી, જ્યાં ગુજરાત રાજ્યના મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના રંગે રંગાયેલા સુંદર નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોમાં દેશપ્રેમની ભાવના જગાવી હતી.




