VIDEO: અરવલ્લીના મેઘરજમાં ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી ૫ લાખ માગનાર ઠગોથી વેપારી બચ્યો
અરવલ્લીના મેઘરજમાં કપડાના એક વેપારીને સાયબર ટીમે ડિજીટ

અરવલ્લીના મેઘરજમાં કપડાના એક વેપારીને સાયબર ટીમે ડિજીટલ અરેસ્ટથી બચાવ્યો છે... વેપારી પર એક અજાણી મહિલાનો કથિત પોલીસ તરીકે કોલ આવ્યો હતો. તેણે વેપારીના નામે ડુપ્લિકેટ સિમકાર્ડ હોવાનું અને તેના નામે વોરંટ ઈશ્યૂ થયું હોવાની ધમકી આપી ડરાવ્યા હતા. ત્યારબાદ વોટ્સએપ કોલમાં અન્ય એક શખ્સને પોલીસ અધિકારી તરીકે જોડીને વોરંટ કેન્સલ કરાવવાના સેટિંગના નામે પાંચ લાખની માગણી કરી હતી. જોકે વેપારીને શંકા જતાં તેમણે તુરંત મોડાસા સાયબર ક્રાઈમ ટીમનો સંપર્ક કર્યો હતો. સાયબર ટીમની સમયસૂચકતા અને સાવચેતીને કારણે વેપારી મોટી નાણાકીય છેતરપિંડીમાંથી ઉગરી ગયા છે.




