VIDEO: ભાગવતના નિવેદન પર ફડણવીસે કહ્યું- હિન્દુત્વનો આત્મા સહિષ્ણુતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનને યોગ્ય ગણાવ્યું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનને યોગ્ય ગણાવ્યું છે. ભાગવતે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં કહ્યું હતું કે મુસ્લિમો દેશમાં નહીં રહે એવું માનનાર સાચો હિન્દુ ન હોઈ શકે. ફડણવીસે કહ્યું કે મોહન ભાગવત શું કહે છે તેના પર તેઓ ક્યારેય ટિપ્પણી કરતા નથી, પરંતુ આ વિચાર સાથે તેઓ સહમત છે. તેમણે કહ્યું કે હિન્દુત્વનો આત્મા સહિષ્ણુતા છે અને ભારતની પ્રાચીન સંસ્કૃતિએ દુનિયાભરમાંથી આવેલા લોકોને સ્વીકાર્યા છે. ફડણવીસે યહૂદીઓ અને ઈરાનથી આવેલા લોકોને ભારતે અપનાવીને પોતાની સંસ્કૃતિનો ભાગ બનાવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો.




