VIDEO: પેપર લીક વિરુદ્ધ એનએસયુઆઈની દોડ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા પેપર લીકની ઘટનાઓ સામે એક વિરોધ પ્રદર્શન દોડનું આયોજન કરવ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા પેપર લીકની ઘટનાઓ સામે એક વિરોધ પ્રદર્શન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં પ્લેકાર્ડ્સ સાથે જોડાયા હતા. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજસ્થાન વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલી અને NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખરે મીડિયા સમક્ષ બાઈટ આપતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ બંધ કરવા અને કડક કાયદો લાગુ કરવાની માંગ કરી હતી. દોડ અને વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.




