મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: NEET પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસનો મશાલ માર્ચ

પશ્ચિમ બંગાળના સિલિગુરીમાં કથિત યુજી નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયો

તસવીર: GSTV

પશ્ચિમ બંગાળના સિલિગુરીમાં કથિત યુજી નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ હાથમાં મશાલ લઈને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. રેલી દરમિયાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના નેતા રોહિત તિવારીએ આરોપ લગાવ્યો કે પેપર લીક જેવી ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને જવાબદારો સામે કડક પગલાં ભરવા જોઈએ. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

 

આ સમાચાર શેર કરો