મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: NEWS AFTERNOON / ટ્રમ્પને ભારતની ચૂંટણી સિસ્ટમ ગમી, CJIનું નામ લિસ્ટમાંથી હટાવાયું, રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયને ક્લિનચીટ

ટ્રમ્પને ભારત

ટ્રમ્પને ભારતની ચૂંટણી સિસ્ટમ ગમી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચૂંટણી પ્રણાલી અને વોટિંગ પ્રક્રિયાના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે અમેરિકામાં પણ ચૂંટણીમાં પારદર્શિતા લાવવા માટે ભારતની જેમ 'વોટર આઈડી કાર્ડ' ફરજિયાત કરવાની હિમાયત કરી છે.

હોર્મુઝ ખાડી મુદ્દે ઓમાનને ટ્રમ્પની ધમકી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે જો હોર્મુઝની ખાડીમાં ઇરાનના જહાજોને રોકવાની અમેરિકી કાર્યવાહી વચ્ચે ઓમાન આડું આવશે, તો તેના પર પણ બોમ્બમારો કરતાં અમેરિકા અચકાશે નહીં.

CJIનું નામ લિસ્ટમાંથી હટાવાયું

મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસના 86મા દીક્ષાંત સમારોહમાં મોટો ફેરફાર કરાયો છે. 22 ઓગસ્ટે યોજાનારા આ કાર્યક્રમમાં હવે CJI સૂર્યકાંતને બદલે ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સી. એસ. પ્રમેશ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયને ક્લિનચીટ

અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે SITના ફાઇનલ રિપોર્ટમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ મળી ગઈ છે. અગાઉ આ વિવાદ વકરતાં બંનેએ રાજીનામું આપ્યું હતું, જે બાદ હવે ગૃહ વિભાગે તપાસ રિપોર્ટ ટ્રસ્ટને સોંપી દીધો છે.

હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદથી ચકચાર

જકોટમાં કારખાનેદાર સ્મિત સખીયાને 35 જેટલા કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે હાઇકોર્ટના આદેશ બાદ માલવીયા નગર પોલીસે હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ BNS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં પાવર ગ્રિડ સામે ખેડૂતોની ટ્રેક્ટર રેલી

પાવર ગ્રિડ પ્રોજેક્ટના વિરોધમાં ભરૂચના આમોદ-જંબુસરના ખેડૂતોએ 40 ટ્રેક્ટરો સાથે ભવ્ય રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું હતું. જમીન માટે યોગ્ય મૂલ્યાંકન સાથે 4 ગણા વળતરની માંગ કરતા ખેડૂતો અને પોલીસ વચ્ચે પાર્કિંગ મુદ્દે ઘર્ષણ પણ સર્જાયું હતું.

આ સમાચાર શેર કરો