VIDEO : દક્ષિણ ફિલ્મ અભિનેત્રી નયનતારાએ સપરિવાર ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા
ફિલ્મ અભિનેત્રી નયનતારા અને તેમના પતિ તથા દિગ્દર્શક વિગ્નેશ શિવને આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે ભ
ફિલ્મ અભિનેત્રી નયનતારા અને તેમના પતિ તથા દિગ્દર્શક વિગ્નેશ શિવને આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા હતા. આ સ્ટાર દંપતીએ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમની મુલાકાત લઈને વિધિવત પૂજા-અર્ચના કરી હતી અને ભગવાનના દર્શન કર્યા હતા. મંદિરમાં દર્શન બાદ તેમણે પરંપરાગત રીતે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. નયનતારા અને વિગ્નેશ અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે, ત્યારે તેમની આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જાહેરાત




