VIDEO: નવસારી: ગણદેવીના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના યુવાનો વચ્ચે જૂથ આથડામણ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે જ મારામારીની ઘટના સામે આવી છે. અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં દર વર્ષે આવતા પૂરની સમસ્યા સામે કાયમી ઉકેલ માટે બનેલી આ સમિતિના વોટ્સએપ ગ્રૂપમાં યોગ્ય જાણ ન કરાતાં યુવાનો ઉશ્કેરાયા હતા. પૂરની સ્થિતિ સામે લડવાના બદલે યુવાનો અંદરોઅંદર બાખડતાં વાતાવરણ તંગ બન્યું હતું, જેના કારણે આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.




