મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈના નેવી નગર વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મૃતદેહ મળ્યા, આત્મહત્યાની આશંકા

મુંબઈના અત્યંત સુરક્ષિત ગણાતા નેવી નગર વિસ્તારમાં નૌકાદળના એક કર્મચારી સહિત ચા

તસવીર: gstv

મુંબઈના અત્યંત સુરક્ષિત ગણાતા નેવી નગર વિસ્તારમાં નૌકાદળના એક કર્મચારી સહિત ચાર પરિવારના સભ્યોના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં નેવી કર્મચારી, તેની પત્ની અને બે માસ તથા ત્રણ વર્ષના બે બાળકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક પોલીસ તપાસ અનુસાર, નૌકાદળના કર્મચારીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જણાય છે, જ્યારે પત્ની અને બંને બાળકોના મૃત્યુ ઝેરના કારણે થયા હોવાની શંકા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આ સામૂહિક આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો