મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈના કુર્લામા ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, બે લોકોના મોત અને અનેક ફસાયા

મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા ચિરાગ નગરની ગૌસિયા ચાલમાં આજે વહેલી સવારે

તસવીર: gstv

મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા ચિરાગ નગરની ગૌસિયા ચાલમાં આજે વહેલી સવારે અંદાજે ૩:૪૮ વાગ્યે ભારે વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હજુ પણ ૪ થી ૫ લોકો મકાનોના કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ડીસીપી ગણેશ શિંદેના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે બીએમસી, એનડીઆરએફ અને પોલીસની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાહત કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના તમામ પ્રયાસો સઘનપણે ચાલુ છે.

આ સમાચાર શેર કરો