મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભુજના લોહાર ચકલામાં માતા-પુત્રનું રહસ્યમય મોત, પોલીસે શરૂ કરી તપાસ

કચ્છના ભુજ શહેરના લોહાર ચકલામાં માતા અને પુત્રના ભેદી મોત થયા છે. 36 વર્ષીય વિકલાંગ ભરત બારમેડા અને

તસવીર: gstv

કચ્છના ભુજ શહેરના લોહાર ચકલામાં માતા અને પુત્રના ભેદી મોત થયા છે. 36 વર્ષીય વિકલાંગ ભરત બારમેડા અને તેમની માતા રસીલાબેન પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને આશ્રિત અને અશક્ત જીવન જીવતા હોવાની વિગતો સામે આવી રહી છે.

કામવાળા બહેન ઘરે પહોંચતા અંદરથી દરવાજો બંધ હાલતમાં મળ્યો હતો, જેના બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ મોતનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસે આસપાસના લોકોના નિવેદનો લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો