મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: હાર્દિક પંડ્યાના ટ્રેડની વાતો પર મુંબઈ ઈન્ડિયન્સે તોડ્યું મૌન, ફ્રેન્ચાઈઝીએ કરી સ્પષ્ટતા

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને ચ

તસવીર: gstv

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) પણ આ ભારતીય ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સામેલ કરવા ઉત્સુક હોવાના દાવા કરાયા હતા.

મુંબઈ ઈન્ડિયન્સનું સત્તાવાર નિવેદન

તમામ અટકળો વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ વખત સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ફ્રેન્ચાઈઝીએ હાલમાં કોઈપણ ટ્રેડ ટોક ચાલતી હોવાનો ઈનકાર કર્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે ટીમની પોસ્ટ-સિઝન સમીક્ષા (Post-Season Review) ચાલી રહી છે અને તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, "હાલમાં અમારી પોસ્ટ-સિઝન સમીક્ષા પ્રક્રિયા ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સથી વિપરીત, હાલમાં અમારે કોઈપણ ફ્રેન્ચાઈઝી સાથે ખેલાડીના ટ્રેડ અંગે વાતચીત થઈ નથી. રિવ્યુ પૂર્ણ થયા બાદ જ યોગ્ય નિર્ણય લેવાશે."

કેપ્ટન તરીકે હાર્દિકનું નબળું પ્રદર્શન

રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનેલા હાર્દિક પંડ્યા માટે મુંબઈ ઈન્ડિયન્સ સાથેની સફર આસાન નથી રહી. 2024ની સિઝનમાં ટીમ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી છેલ્લે રહી હતી. જ્યારે 2025માં ટીમ પ્લેઓફ સુધી પહોંચી હોવા છતાં ખિતાબ નહતી જીતી શકી. ગત સિઝનમાં પણ મુંબઈ માત્ર 4 મેચ જીતીને 9મા ક્રમે રહી હતી. ડ્રેસિંગ રૂમમાં મતભેદ અને સતત ઈંજરીના કારણે કેપ્ટનસી પર સવાલો ઊભા થયા હતા. ફ્રેન્ચાઈઝીના નિવેદન પરથી સંકેત મળે છે કે ભવિષ્યમાં ટીમમાં મોટા ફેરફારો શક્ય છે.

આ સમાચાર શેર કરો