VIDEO: અમદાવાદના આશ્રમરોડ પર વલ્લભ સદન પાસે વગર વરસાદે પડેલા ભુવાથી વાહનચાલકો પરેશાન
અમદાવાદ શહેરમાં વરસાદ વગર જ ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના મ

અમદાવાદ શહેરમાં વરસાદ વગર જ ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના મુખ્ય આશ્રમ રોડ પર વલ્લભ સદન નજીક અચાનક મોટો ભુવો પડતા વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. માર્ગ પર ભુવો પડવાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ વાહનચાલક કે રાહદારી ભુવામાં ન ખાબકે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આશ્રમ રોડ શહેરનો મહત્વનો માર્ગ હોવાથી ભુવાના કારણે ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર થવાની શક્યતા છે.




