VIDEO: મોરબી જેતપર આંદોલન પાર્ટ-૩: યોગ્ય વળતર માટે ખેડૂતોના પ્રતિક ઉપવાસ
મોરબીના જેતપર ખાતે વિજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્

મોરબીના જેતપર ખાતે વિજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે..જેતપર આંદોલન પાર્ટ-૩ અંતર્ગત હળવદના નવા અને જુના દેવળીયા ગામના ૩૦થી વધુ ખેડૂતો ઉપવાસ છાવણીમાં પ્રતિક ધરણા પર બેઠા છે. સરકારે જાહેર કરેલો વળતર અંગેનો નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી. પોતાની કિંમતી જમીન ગુમાવવા સામે યોગ્ય ન્યાય મેળવવા મક્કમ બનેલા આ ખેડૂતોને સ્થાનિકોનું પણ સતત સમર્થન મળી રહ્યું છે….




