મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબી:મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ અને PGVCLના દરોડા

રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીમાં મોટી કાર્યવાહી હાથ ધરવ

તસવીર: gstv

રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર કારખાના પર દરોડા પાડી તપાસ શરૂ કરાઈ છે. ખાણ ખનીજ વિભાગની ટીમ કારખાનામાં સ્ટોકની ગણતરી કરવા પહોંચી હોવાની માહિતી મળી છે. આ કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમને પણ સાથે રાખવામાં આવી છે જેથી વીજ જોડાણની પણ તપાસ થઈ શકે. ખેડૂત આંદોલન દરમિયાન બેફામ નિવેદનો આપનારા રાકેશ અમૃતિયાના એકમ પર અચાનક તંત્ર ત્રાટકતાં સ્થાનિક રાજકારણમાં ભારે તર્ક-વિતર્ક અને ચર્ચાઓ જાગી છે.

આ સમાચાર શેર કરો