VIDEO: શિક્ષકની ગેરહાજરીમાં મધ્યાહન ભોજનના સંચાલકે લીધી વિદ્યાર્થીઓની પરીક્ષા, રોષ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પંખાડા પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શરમાવે તે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પંખાડા પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શરમાવે તેવી બેદરકારી સામે આવી છે. ધોરણ ૩ થી ૫ ની ત્રિમાસિક પરીક્ષા દરમિયાન ફરજ પરના શિક્ષક વિદ્યાર્થીઓને પેપર આપી પોતાના અંગત કામે બોડેલી જતા રહ્યા હતા. શિક્ષકની ગેરહાજરીમાં મધ્યાહન ભોજનના સંચાલકે બાળકોની પરીક્ષા લીધી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાની જાણ થતાં આદિવાસી આગેવાનો અને વાલીઓએ શાળાએ પહોંચી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ડુંગરાળ વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલતી આ ઘટના બાદ જવાબદાર શિક્ષક સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.



