VIDEO: અસામાજિક તત્વો અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની આકરી કાર્યવાહી
સુરતમાં અસામાજિક તત્વો અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ આકરી કાર્યવાહી કરી છે. અમરો

સુરતમાં અસામાજિક તત્વો અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ આકરી કાર્યવાહી કરી છે. અમરોલી પોલીસે SMC સાથે મળીને કોસાડ આવાસના H-2 વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે કબજાઓ અને દબાણો પર જેસીબી તથા બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલાની હાજરી અને સુપરવિઝનમાં સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણકારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી તંત્રએ ચેતવણી આપી છે.




