મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીધામમાં હાઉસિંગ બોર્ડ નજીક વાડામાં ભીષણ આગ

કચ્છના ગાંધીધામના હાઉસિંગ બોર્ડ વિસ્તાર સામે આવેલા વાડામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અ

તસવીર: gstv

કચ્છના ગાંધીધામના હાઉસિંગ બોર્ડ વિસ્તાર સામે આવેલા વાડામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકા અને KASEZ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

આ સમાચાર શેર કરો