VIDEO: ગાંધીધામમાં પેસેન્જર મીની બસ નાળામાં ખાબકી, સદનસીબે જાનહાનિ ટળી
કચ્છના ગાંધીધામ શહેરમાં પેસેન્જર મીની બસ અકસ્માતનો બનાવ સામે આવ્યો

કચ્છના ગાંધીધામ શહેરમાં પેસેન્જર મીની બસ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ગાંધીધામના ટાગોર રોડ પર સર્કલ સાથે અથડાયા બાદ બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ રસ્તા પરથી ઉતરીને નજીકના નાળામાં ખાબકી હતી. રાત્રિના સમયે બનેલા આ અકસ્માતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે સ્થાનિકોમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.


