VIDEO: નેપાળ પૂર તબાહીમાં અજાણ્યા મૃતદેહોના સામૂહિક દફનથી હૃદયદ્રાવક સ્થિતિ સર્જાઈ
નેપાળમાં ભયાનક પૂર બાદ અજાણ્યા મૃતદેહોને સામૂહિક રીતે દફનાવવાન

નેપાળમાં ભયાનક પૂર બાદ અજાણ્યા મૃતદેહોને સામૂહિક રીતે દફનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચિતવનના દેવઘાટ જંગલમાં પ્રશાસન દ્વારા સેંકડો કબરો તૈયાર કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં 196 અજાણ્યા મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક મૃતદેહોની હાલત ખરાબ હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની છે. દરેક મૃતદેહને ઓળખ નંબર આપી રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં DNA તપાસથી ઓળખ થઈ શકે. આપત્તિમાં નેપાળમાં અત્યાર સુધી 788 લોકોના મોત થયા છે, જ્યારે 3 હજારથી વધુ લોકો હજુ લાપતા છે. 26 ઓગસ્ટે તિબેટમાં ગ્લેશિયર તૂટતાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ ઘટનાને લઈને ચીન પાસેથી અગાઉ પૂરતી ગ્લેશિયર ચેતવણી ન મળવા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.




