મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારે વરસાદથી મલંકારા ડેમ છલકાયો: જળાશયના પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું!

ઉપવાસમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસ

તસવીર: gstv

ઉપવાસમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે કેરળના ઇડુક્કીમાં સ્થિત મલંકારા ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાતાં ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના કમાન્ડ એરિયામાં પાણીનું સ્તર ભયજનક સપાટીની નજીક પહોંચતાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તબક્કાવાર પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. જળાશયમાંથી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. જળસંચય અને પૂર નિયંત્રણ માટે તંત્ર દ્વારા સ્થિતિ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો