VIDEO: નાસિકમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ અશોક વુમન્સ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
મહારાષ્ટ્રના નાસિક શહેરમાં નવનિર્મિત અશોક વુમન્સ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્

મહારાષ્ટ્રના નાસિક શહેરમાં નવનિર્મિત અશોક વુમન્સ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલનું લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે ગરિમાપૂર્ણ માહોલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આધુનિક મેડિકલ સેન્ટર મહિલાઓ અને બાળકોને અદ્યતન સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે સંબોધન કરતા સ્પીકર ઓમ બિરલાએ દેશમાં માતૃત્વ અને બાળ આરોગ્ય સંભાળના માળખાને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે હોસ્પિટલ પ્રશાસનને ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી તબીબી સેવાઓ આપવા બદલ બિરદાવ્યા હતા. આ ભવ્ય સમારોહમાં અગ્રણી તબીબો, સામાજિક કાર્યકરો, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


