VIDEO: ખેડા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ડાકોર ગોમતી નદીમાં નવા નીર આવ્યા
હવામાન વિભાગની આગાહી મુજબ ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

હવામાન વિભાગની આગાહી મુજબ ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આજે દિવસ દરમિયાન ૬૯ ટકા અને રાત્રે ૮૦ ટકા વરસાદની શક્યતા વચ્ચે ડાકોર શહેરને ધોધમાર વરસાદે ધમરોળ્યું હતું. ભારે વરસાદના કારણે ડાકોરના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા, જ્યારે પવિત્ર ગોમતી નદીમાં નવા નીરની આવક થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ડાકોર ઉપરાંત ગળતેશ્વર, મહુધા, મહેમદાવાદ, નડિયાદ અને માતર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સતત વરસી રહેલા આ અતિ વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ભરાવાથી ડાંગર તેમજ લીલા શાકભાજી અને ફૂલોના પાકને ભારે નુકસાન થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. હાલ જિલ્લામાં વરસાદ ધીમી ધારે ચાલુ છે.




