મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં 9 જિલ્લામાં વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકામાં કપરી સ્થિતિ

શ્રાવણ મહિનો નજીક છે અને ઘણા જિલ્લાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસી ચૂક્યો છે. પર

તસવીર: gstv

શ્રાવણ મહિનો નજીક છે અને ઘણા જિલ્લાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ રાજ્યના 9 જિલ્લામાં વરસાદથી ઘટથી ચિંતાના વાદળો છવાયા છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ થયો છે. જોકે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદની ઘટ રહેતા ખેડૂતો ચિંતામાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વિકટ સ્થિતિ છે કેમકે  સિઝનનો માત્ર 2.06 ઈંચ જ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 83 ટકા વરસાદની ઘટ છે. તો પોરબંદરમાં 67 ટકા, જામનગરમાં 48 ટકા, કચ્છમાં 43 ટકા અને દાહોદ જિલ્લામાં 37 ટકા વરસાદની ઘટ છે. ઘણી જગ્યાએ વાવણી મોડી થઈ અને એ પણ ઠીકઠાક. જો આગામી સમયમાં સારો વરસાદ નહીં થાય તો રવી સિઝન માટે સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ તોડાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો