VIDEO: Teslaમાં બેસતા જ શું તમારી કારનો કલર બદલાઇ જશે? જાણો શું છે હકીકત
એલોન મસ્કની Tesla કંપની તેના અનોખા Car મોડલ અને અવનવા Featuresને લઈને અવારનવાર ચર્ચા
એલોન મસ્કની Tesla કંપની તેના અનોખા Car મોડલ અને અવનવા Featuresને લઈને અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે પણ Teslaએ તેમી carના ફીચરમાં વધુ એક ઉમેરો કર્યો છે. Teslaએ Car Colorizer નામનો એક નવો આકર્ષક ફીચર રજૂ કર્યો છે.
જાણો શું છે આ Car Colorizer
આ Car Colorizer ફિચર Teslaના Model 3 અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો માટે ઉપયોગી છે. આ ફીચરની મદદથી કાર ચાલક તેમને પેનાલમાં દર્શાવવામાં આવતા વાહનને તેની ડિજિટલ છબી (ડિજિટલ રેન્ડર)ની પસંદગી મુજબ રંગ તેમના પસંદગીના રંગમાં રંગાવી શકે છે. જેમાં તમે કોઈ પણ રંગ પસંદ કરી શકો, અને તે રંગ તમારી કારની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને મોબાઇલ ઍપમાં તમે નિહાળી શકો છો. જેથી તમને પહેલાથી ખબર રહે કે તે કલર તમારી Car પર લાગ્યા પછી કેવો લુક આપશે.
Car Colorizerનો વીડિયો થયો વાયરલ
Tesla દ્વારા શેર કરાયેલા ટ્વીટમાં બતાવવામાં આવ્યું છે કે, એક સરળ રંગ સિલેક્ટ પેલેટ દ્વારા તમે ઝડપથી તેના કલરમાં ફેરફાર કરી શકો છો. પસંદ કરેલો રંગ તમારા Operating System, Driving Visualization, Manu Options અને Mobile Appમાં દરેક જગ્યાએ દેખાશે.
Carની બોડીમાં કોઈ ફેરફાર થતો નથી.
જો ખરેખર જોવા જઈએ તો, મળતી માહિતી મુજબ આ Feature કારની બોડી સુધી રંગ બદલી શકતું નથી. ફક્ત સ્ક્રીન અને ઍપમાં કેવું દેખાય એ બદલાય છે. Carનું પેઇન્ટ અથવા વાસ્તવિક રંગ બદલાતો નથી.
Car Colorizerની વિશેષતાઓ
- Car Colorizer ફીચરમાં Color પસંદ કરવાની રંગ પેલેટ આપવામાં આવે છે, જેમાંથી તમે તમારા મનપસંદ કલરની પસંદગી કરી શકો છો.
- Solid, Metallic અને Matte ફિનિશના ઓપ્શન પણ જોવા મળે છે, જેનાથી તમે માત્ર કલર જ નહિ પરંતુ ફિનિશિંગ પણ બદલી શકો છો.
- esla યુઝર ઇન્ટરફેસમાં ફોટો Realistic લુક આપે છે, જેથી તમને તમારી carને જોવામાં સરળતા રહે છે.
- Mobile Appમાં પણ ઘણા અપડેટ્સ આવ્યા છે, જેનાથી લોકો આ ફિચર સાથે વધુ સારી રીતે Connect થઈ શકે.
- Preset Save અને Factory Reset, જેવા ઓપ્શનથી તમે ફરીથી તમારી Carનો રંગ reset કરી શકો છો.
અર્થાત, Car Colorizer ફીચર તમને માત્ર Visualizingમાં સહાય કરશે. ખરેખર તમારી કારનો કલર નહી બદલી શકે. એટલે કો તમે Virtually ફીલ કરી શકો છો કે જો તમારી પસંદગીનો કલર તમારી કાર પર કેવો લાગી શકે છે.






