મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનની બેઠક બાદ ખડગેના ચૂંટણી પંચ અને સરકાર પર પ્રહારો.

દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે

તસવીર: gstv

દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે બુધવારે મળેલી I.N.D.I.A. બ્લોકની મહત્ત્વપૂર્ણ બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં ૨૦ જેટલા વિપક્ષી દળો સામેલ થયા હતા. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ  કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી પંચ સરકારના હાથની કઠપૂતળી બનીને કામ કરી રહ્યું છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા શંકાસ્પદ છે. સરકાર અને ચૂંટણી પંચની નીતિઓ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધને આગામી દિવસોમાં દેશભરમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. આ વિરોધ પ્રદર્શનમાં સામાન્ય જનતા, યુવાનો, એનજીઓ અને લોકશાહી પ્રેમી સંસ્થાઓ પણ જોડાશે.

આ સમાચાર શેર કરો